AutoCap · ગુજરાતી
ગુજરાતી કૅપ્શન જનરેટર: તમે બસ બોલો, વીડિયોમાં કૅપ્શન આપોઆપ આવી જશે.
ઘણા લોકો Reels અને Shorts અવાજ બંધ રાખીને જ જુએ છે. સ્ક્રીન પર શબ્દો ન હોય, તો દર્શક તરત આગળનો વીડિયો સ્ક્રોલ કરી દે છે. AutoCap તમારા વીડિયોમાં બોલાયેલું ગુજરાતી સાંભળે છે અને દરેક શબ્દને તેના સમય સાથે કૅપ્શનમાં ફેરવી દે છે — થોડી જ મિનિટોમાં, સીધું તમારા બ્રાઉઝરમાં.
આપણે ગુજરાતી બોલીએ ત્યારે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો આવી જ જાય છે — “આજે આપણે એક સિમ્પલ રેસિપી બનાવીશું.” મોટા ભાગનાં કૅપ્શન ટૂલ અંગ્રેજી માટે બનેલાં છે અને આવી મિશ્ર ભાષામાં ગોટાળો કરે છે. AutoCap ભારતીય ભાષાઓ પર ટ્રેન થયેલા સ્પીચ મૉડલ પર ચાલે છે, એટલે ગુજરાતી-અંગ્રેજી ભેળવેલું વાક્ય પણ એક જ વાક્ય તરીકે બરાબર લખાય છે.
કૅપ્શન કેવાં જોઈએ, એ તમારા દર્શકો પરથી નક્કી કરો: ગુજરાતી લિપિમાં, ગુજલિશમાં (અંગ્રેજી અક્ષરોમાં લખેલું ગુજરાતી), કે ગુજરાતી ન વાંચી શકતા દર્શકો માટે અંગ્રેજી અનુવાદમાં. AutoCap સુરતમાં બનેલું છે, અને ફોન કે કૉમ્પ્યુટરના બ્રાઉઝરમાં જ ચાલે છે — કંઈ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
તમને શું મળે છે
એક રેકૉર્ડિંગ, ત્રણ પ્રકારનાં કૅપ્શન
ગુજરાતી લિપિ, ગુજલિશ (અંગ્રેજી અક્ષરોમાં, જેમ Reels પર ઘણા લોકો લખે છે), કે અંગ્રેજી અનુવાદ — આ તમે ટ્રાન્સક્રિપ્શન પહેલાં જ પસંદ કરો છો.
દરેક શબ્દનો પોતાનો સમય
કૅપ્શન આખી લાઇન પ્રમાણે નહીં, દરેક શબ્દ પ્રમાણે ટાઇમ થાય છે. એટલે શબ્દ બરાબર ત્યારે જ સ્ક્રીન પર આવે છે, જ્યારે તે બોલાય છે.
ભૂલ સુધારવી સહેલી
અટક, ગામનું નામ, બ્રાન્ડ કે તળપદી બોલીનો કોઈ શબ્દ ખોટો આવે, તો તેના પર ટૅપ કરીને બદલી નાખો. સુધારો કરવાથી તમારી ટ્રાન્સક્રિપ્શન મિનિટ ફરી ખર્ચાતી નથી.
ગુજરાતી લિપિ માટે બનેલા ફૉન્ટ
103 કૅપ્શન સ્ટાઇલ, અને ગુજરાતી માટે દોરાયેલા ફૉન્ટ. જે સ્ટાઇલના ફૉન્ટમાં ગુજરાતી અક્ષર જ નથી, તેમાં ગુજરાતી શબ્દો Baloo Bhai 2 માં દેખાય છે — એટલે રંગ, આઉટલાઇન અને ઍનિમેશન ગુજરાતી શબ્દો પર પણ એવાં જ રહે છે.
કેવી રીતે કામ કરે છે
- 01
વીડિયો અપલોડ કરો
ફોન કે કૉમ્પ્યુટરમાંથી MP4 કે MOV ફાઇલ પસંદ કરો. ભાષામાં ગુજરાતી પસંદ કરો, અથવા AutoCap ને ભાષા જાતે ઓળખવા દો.
- 02
લિપિ પસંદ કરો
ગુજરાતી લિપિ, ગુજલિશ (અંગ્રેજી અક્ષર) કે અંગ્રેજી અનુવાદ.
- 03
શબ્દ સુધારો, સ્ટાઇલ પસંદ કરો
કોઈ પણ શબ્દ બદલો, પછી કૅપ્શનની સ્ટાઇલ, રંગ, ફૉન્ટ અને ઍનિમેશન પસંદ કરો.
- 04
ડાઉનલોડ કરો
કૅપ્શનવાળો MP4 (2K સુધી) સીધો બ્રાઉઝરમાં બને છે. પેઇડ પ્લાનમાં SRT કે VTT ફાઇલ પણ મળે છે.
કિંમત
મફત પ્લાનમાં દર મહિને 2 મિનિટનું ટ્રાન્સક્રિપ્શન મળે છે, 60 સેકન્ડ સુધીના વીડિયો માટે. એક્સપોર્ટ અમર્યાદિત છે, પણ તેના પર AutoCap નો નાનો બૅજ (વૉટરમાર્ક) રહે છે.
વૉટરમાર્ક વગરનાં કૅપ્શન માટે પેઇડ પ્લાન દર મહિને ₹399 થી શરૂ થાય છે — Starter પ્લાનમાં દર મહિને 90 મિનિટ ટ્રાન્સક્રિપ્શન, 5 મિનિટ સુધીના વીડિયો અને SRT/VTT ફાઇલ મળે છે. ફક્ત એક વીડિયો પરથી વૉટરમાર્ક હટાવવો હોય, તો ₹99 થાય છે.
ચુકવણી રૂપિયામાં, UPI થી થાય છે. કોઈ કાર્ડ સેવ થતું નથી, અને ઑટો-રિન્યૂ તમે ગમે ત્યારે બંધ કરી શકો છો.
વારંવાર પુછાતા પ્રશ્નો
વીડિયોમાં ગુજરાતી કૅપ્શન કેવી રીતે ઉમેરવા?
AutoCap નું એડિટર ખોલો, વીડિયો અપલોડ કરો અને ભાષામાં ગુજરાતી પસંદ કરો. થોડી જ વારમાં દરેક શબ્દ તેના સમય સાથે કૅપ્શન બની જાય છે. શબ્દ સુધારો, સ્ટાઇલ પસંદ કરો અને MP4 ડાઉનલોડ કરો — કોઈ ઍપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.
શું AutoCap મફત છે?
હા. મફત પ્લાનમાં દર મહિને 2 મિનિટનું ટ્રાન્સક્રિપ્શન અને અમર્યાદિત એક્સપોર્ટ મળે છે, 60 સેકન્ડ સુધીના વીડિયો માટે અને AutoCap બૅજ સાથે. બૅજ વગરના એક્સપોર્ટ માટે પેઇડ પ્લાન દર મહિને ₹399 થી છે.
શું ગુજલિશમાં, એટલે કે અંગ્રેજી અક્ષરોમાં, કૅપ્શન બની શકે?
હા. લિપિ પસંદ કરતી વખતે અંગ્રેજી અક્ષર પસંદ કરો, તો કૅપ્શન “aaje aapne shikhishu” જેવા ગુજલિશમાં આવશે. ગુજલિશની કોઈ નક્કી જોડણી નથી, એટલે કોઈ નામ કે વારંવાર આવતો શબ્દ આખા વીડિયોમાં એક જ જોડણીમાં રાખવા ટ્રાન્સક્રિપ્ટમાં સુધારી લો.
ગુજરાતી બોલતાં વચ્ચે અંગ્રેજી શબ્દો આવે તો ચાલે?
હા. ગુજરાતી અને અંગ્રેજી ભેળવીને બોલવું સામાન્ય છે, અને AutoCap આવું વાક્ય એક જ વાક્ય તરીકે ઓળખે છે. કોઈ અંગ્રેજી શબ્દ, અટક કે બ્રાન્ડનું નામ ખોટું આવે, તો તેના પર ટૅપ કરીને સુધારી લો — તેનાથી મિનિટ ફરી વપરાતી નથી.
ગુજરાતી વીડિયોનાં અંગ્રેજી સબટાઇટલ બની શકે?
હા. લિપિ પસંદ કરતી વખતે અંગ્રેજી અનુવાદ પસંદ કરો — ગુજરાતી અવાજ પરથી સીધાં અંગ્રેજી સબટાઇટલ બનશે, દરેક વાક્ય બોલાયાના સમય સાથે. ગુજરાતી ન વાંચી શકતા દર્શકો સુધી પહોંચવા માટે આ કામનું છે.
શું આ મોબાઇલ પર ચાલે છે? Play Store પર ઍપ છે?
AutoCap Play Store કે App Store પર નથી — તે સીધું ફોનના બ્રાઉઝરમાં ચાલે છે, અને તમે તેને હોમ સ્ક્રીન પર ઍપની જેમ ઉમેરી શકો છો. Chrome કે Edge માં વીડિયો સીધો તમારા ફોનમાં જ બને છે; બીજાં બ્રાઉઝરમાં વીડિયો જેટલો લાંબો હોય, તેને બનતાં એટલો સમય લાગે છે.
YouTube માટે SRT ફાઇલ મળી શકે?
હા. પેઇડ પ્લાનમાં કૅપ્શનને SRT કે VTT ફાઇલ તરીકે ડાઉનલોડ કરો અને YouTube Studio માં સબટાઇટલ ટ્રૅક તરીકે ઉમેરો.
ગુજરાતી કૅપ્શન માટે કયો ફૉન્ટ સારો?
લાંબાં વાક્યો માટે Hind Vadodara કે Mukta Vaani જેવા સાદા ફૉન્ટ વાંચવામાં સહેલા રહે છે, અને એક-બે શબ્દ પર ભાર મૂકવો હોય તો Shrikhand કે Farsan જેવા ડિસ્પ્લે ફૉન્ટ. ગુજરાતીમાં માત્રા અક્ષરની ઉપર અને નીચે આવે છે, એટલે અંગ્રેજી કરતાં લાઇન વચ્ચે થોડી વધુ જગ્યા રાખો.
તમારી પાસે જે વીડિયો છે, એનાથી જ શરૂઆત કરો.
મફત પ્લાનમાં દર મહિને ટ્રાન્સક્રિપ્શન મિનિટ અને અમર્યાદિત એક્સપોર્ટ મળે છે. કોઈ કાર્ડ સેવ થતું નથી.
એડિટર ખોલો →